JUNAGADHKESHOD

જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ પીએમ શ્રી ચર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી : ગણિત-વિજ્ઞાન લેબનું લોકાર્પણ કર્યું

જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ પીએમ શ્રી ચર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી : ગણિત-વિજ્ઞાન લેબનું લોકાર્પણ કર્યું

જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીએ કેશોદના ચર ગામે શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થયા બાદ પીએમશ્રી ચર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણિત-વિજ્ઞાન લેબનું લોકાર્પણ કરવાની સાથે શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ શાળાના જુદા જુદા વર્ગખંડોમાં જઈ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સાધનોનું નિરીક્ષણ કર્યું હતું તેમજ વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત કલેક્ટરશ્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC) ના હોદ્દેદારો અને ગ્રામ આગેવાનો સાથે શૈક્ષણિક સુવિધાઓને વધુ ઉન્નત બનાવવા માટે પરામર્શ કર્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં લર્નિંગ ઇમ્પ્રુવમેન્ટ થાય અને પબ્લિક સ્પીકિંગ માટે આત્મવિશ્વાસ વધે તે માટે તેમણે શિક્ષકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં, તેમણે ચર ગામના આગેવાનો સાથે ખાસ કરીને પાન, માવા અને તમાકુના વ્યસનો દૂર થાય તે માટે સામૂહિક પ્રયાસો હાથ ધરવા અપીલ કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ નાનપણથી જ વ્યસનમુક્ત રહે તે માટે શાળા કક્ષાએથી જ વિશેષ કાળજી લેવા સૂચના આપી હતી. કલેક્ટરશ્રીએ ગણિત-વિજ્ઞાન લેબના અધ્યતન સાધનો, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ પુસ્તકોની પણ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે મામલતદાર શ્રી સંદીપ મહેતા, એસએમસીના અધ્યક્ષ શ્રી મોહનભાઈ મારુ, ગામના અગ્રણી શ્રી કરમણભાઇ મુછાળ, શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!