જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીલાબેન કાવાણી ના અધ્યક્ષ સ્થાને ભેસાણની શ્રી વિનય મંદિર હાઇસ્કુલ ખાતે ૧૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ લીલાબેન કાવાણી ના અધ્યક્ષ સ્થાને ભેસાણની શ્રી વિનય મંદિર હાઇસ્કુલ ખાતે ૧૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી લીનાબેન કાવાણી ની અધ્યક્ષતામાં આજરોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે શ્રી વિનય મંદિર હાઇસ્કુલ માં ૧૪ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી રથયાત્રા ની ૨૪ મી શ્રેણીનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય સંબોધનમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની શિક્ષણ માટે કાર્યરત કરવામાં આવેલી યોજનાઓ, શિષ્યવૃત્તિની યોજનાઓ નો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તેમજ શિક્ષણના આ યજ્ઞ થકી શાળાનું ,ગામનું અને રાજ્યનું નામ રોશન કરે એવી વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી. પૂર્વ ધારાસભ્યશ્રી ભુપતભાઈ ભાયાણીએ પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શ્રી એ કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવ, તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. તેમણે એમ પણ એમ કહ્યું હતું કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. તેમજ તેમણે દીકરીઓને ભણાવવા, યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પણ અપીલ કરી હતી. માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ શ્રી વિજય સાંગડીયા એ જણાવ્યું હતું કે, આપણા જીવનમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ રહેલું છે. શિક્ષણ વગર આપણી પ્રગતિ મર્યાદિત થઈ જતી હોય છે. વર્તમાનમાં રાજ્ય સરકારે દરેક ગામમાં શાળાની સુવિધા, ભૌતિક અને માળખાકીય સુવિધા ઉભી કરી છે. ત્યારે કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને શિક્ષણ થકી વર્ષ ૨૦૪૭ માં વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપે અને સમાજ ,કુટુંબ, દેશનું નામ રોશન કરે એવી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ દરમિયાન શાળામાં સો ટકા હાજરી, શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો એ શાળા પરિસરની મુલાકાત અને વૃક્ષારોપણ કર્યું હતું.કાર્યક્રમમાં આભાર વિધિ તાલુકા બી.આર.સી મકવાણા એ કરી હતી. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી વિપુલ કાવાણી, તાલુકા પ્રમુખશ્રી ઉમેશભાઈ બાભરોલીયા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઈ મકવાણા, જિલ્લાના મહામંત્રી શ્રી રમેશભાઈ વેકરીયા, શ્રી પ્રવીણભાઈ સોજીત્રા, શ્રી વ્યાસ ભાઈ, શ્રી અમુભાઈ ગુજરાતી, હાઈ સ્કૂલના ,પ્રિન્સિપાલ શ્રી શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





