JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયતંસીંહ રાઠૈારના અધ્યક્ષ સ્થાને બગડુ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયતંસીંહ રાઠૈારના અધ્યક્ષ સ્થાને બગડુ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

જૂનાગઢના બગડુ ગામે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયતંસીંહ રાઠૈારના અધ્યક્ષ સ્થાને બગડુ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બગડુ પ્લોટ શાળા, બગડુ પ્રાથમિક શાળા અને બગડુ માધ્યમિક શાળાનો સંયુક્ત પ્રવેશ મહોત્સવ યોજાયો હતો આ અવસરે બગડુ પ્રાથમિક શાળાની નવનિર્મિત આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ પણ મહાનુભાવો ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ વિકસે તે માટે શપથવિધિ યોજાઈ હતી અને નિયમોનું પાલન કરવાનો સંકલ્પ લેવાયો હતો. તેમજ દૂરથી આવતા વિદ્યાર્થીઓને સુવિધા મળે તે માટે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી ટ્રાન્સપોર્ટ સુવિધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો, અધિકારીઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ડી.વી.બડેલિયા, ડી.બી.હિંગરાજીયા, બી.વી. લિફ્વાલા, સરપંચ શ્રી બગડુ શારદાબેન વેકરીયા, ઉપ સરપંચ શ્રી ભરતભાઈ ડોબરીયા તેમજ બી આર સી કોડિએન્ટર ડો.સુરેશભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!