HALOLPANCHMAHAL
હાલોલમાં હઝરત બુખારીશાહ બાબાના ઉર્ષ ની ઉજવણી આણંદ ઉત્સાહના વાતાવરણમા કરાઈ

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૨૩.૬.૨૦૨૬
હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલ હઝરત બુખારીશાહ બાબાના ઉર્ષની ઉજવણી આજે મંગળવારના રોજ ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે કરવામાં આવી હતી.જેમાં દરગાહ ખાતે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી અને ત્યારબાદ સલાતો સલામ અને નિયાઝની વહેચણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી,હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ,મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન સહિત મુસ્લીમ સમુદાયના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઉર્ષ માં અકિદતમંદો ઉમટયા હતા અને ઉર્ષનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.










