GONDALKOTDA SANGANIRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટર શ્રી ડૉ.ઓમપ્રકાશે રાજકોટના ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાની સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી

તા.૨૩/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

પીપળીયા અને નોંઘણચોરા ગામે દફતર તપાસણી : ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને માર્ગદર્શન આપ્યું

Rajkot: રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી ડૉ. ઓમપ્રકાશ દ્વારા વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી આજ રોજ ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકામાં આવેલી સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.

કલેક્ટરશ્રીએ ગોંડલ તાલુકાના પીપળીયા ગામે પહોંચીને ગ્રામ પંચાયતના સામાન્ય દફતર (રેકર્ડ)ની તપાસણી હાથ ધરી હતી. ગ્રામ્યસ્તરે સરકારી યોજનાઓનું અમલીકરણ અને મહેસૂલી કામગીરી યોગ્ય રીતે થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્ટાફની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી હતી.

આ ઉપરાંત, કોટડાસાંગાણી તાલુકાના નોંઘણચોરા ગામની મુલાકાત લીધી હતી. ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરકારી સેવાઓ સમયસર અને સરળતાથી મળી રહે, તે રીતે કામગીરી કરવા સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!