
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
પ્રગતિનો પ્રવેશોત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ના બીજા દિવસે નેત્રંગ તાલુકાના મોરીયાણા ખાતે આવેલ શ્રી નવરંગ વિદ્યામંદિરમાં ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળામાં વિદ્યાર્થીઓને પ્રથમક્રમ મેળવનાર, અને અન્ય તેજસ્વી વિધાર્થીઓને મહાનુભાવોના હસ્તે ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદેદારો, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શાળા સમિતિના સભ્યો, ગામના સરપંચ અને પ્રબુદ્ધ ગ્રામજનોએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆતના સાક્ષી બન્યા હતા.



