MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જેતપર ગામે વીજ લાઇન વિવાદમાં ગોર ખીજડીયાના સરપંચે PM મોદીને પત્ર લખી યોગ્ય કરવા કરી રજુઆત




MORBI:મોરબીના જેતપર ગામે વીજ લાઇન વિવાદમાં ગોર ખીજડીયાના સરપંચે PM મોદીને પત્ર લખી યોગ્ય કરવા કરી રજુઆત

મોરબી તાલુકાના જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ લાઇનના થાંભલા નાખવા બાબતે ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ઉપવાસ આંદોલન પર પણ ઉતરી ગયા છે. આ સંવેદનશીલ મુદ્દે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના મોરબી તાલુકાના જેતપર ગામમાં વિજ લાઇનના થાંભલા બાબતે ખેડૂતો કેટલાય સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, ઉપવાસ આંદોલન પણ ચાલુ છે. ખેડૂતોની માંગણી વ્યાજબી હોય જેથી અત્યારે ગામના સરપંચ તરીકે તમારા સુધી રજુઆત કરવાની ફરજ પડી છે. તો ખેડૂતોની માંગણીનો તાત્કાલિક નિરાકરણ લાવી યોગ્ય કરવા માંગ કરી છે.



