ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માખીયાળા પે સેન્ટર શાળામાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં માખીયાળા પે સેન્ટર શાળામાં ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

જૂનાગઢ તાલુકા સ્થિત માખીયાળા પે સેન્ટર શાળામાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શાળા પ્રવેશોત્સવ દરમિયાન ધારાસભ્યશ્રીની સાથે રાજ્ય સરકારના મહેસુલ વિભાગના નાયબ સચિવ તુષારભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય કાંતિભાઈ ગજેરા, સરપંચ શ્રીમતી શારદાબેન ગજેરા સહિતના હસ્તે વિદ્યાર્થીઓને પુસ્તકો સ્ટેશનરી કીટ અને દફતર આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા માખીયાળા પ્રાથમિક શાળાને આપવામાં આવેલા સંસ્કૃત કક્ષનું પણ લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દેવ ભાષા સંસ્કૃતની ગરિમાની સમજે જાણે અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરે એવો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ સ્પર્ધાઓમાં અને પરીક્ષાઓમાં પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમજ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના સફળ બનાવવા શાળા વ્યવસ્થાપન સમિતિ અને શાળા ના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફે જન્મત ઉઠાવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





