ARAVALLIBHILODAMODASA

શામળાજી – વિધિ કરવાના બહાને 3 ઠગોએ છેતરપીંડી આચરી,ચાંદીના બે કડા, સોનાની બે નાકની ચૂની, રોકડ રકમ સાથે LCB એ આરોપીઓ ને દબોચ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી – વિધિ કરવાના બહાને 3 ઠગોએ છેતરપીંડી આચરી,ચાંદીના બે કડા, સોનાની બે નાકની ચૂની, રોકડ રકમ સાથે LCB એ આરોપીઓ ને દબોચ્યા

અરવલ્લી જિલ્લાના શામળાજી વિસ્તારમાં વિધિ કરવાના બહાને વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરનાર ત્રણ આરોપીઓને એલસીબી અરવલ્લી ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ મિલકત સંબંધિત ગુનાઓની શોધખોળમાં હતી

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તત્વ કોલેજ નજીક વાહન ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી ચાંદીના બે કડા, સોનાની બે નાકની ચૂની, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કડક પૂછપરછમાં આરોપીઓએ શામળાજી પુલ નજીક એક વ્યક્તિને વિધિ કરવાના બહાને વિશ્વાસમાં લઈ તેના ચાંદીના કડા અને સોનાની ચૂનીઓ છેતરપીંડીથી મેળવી લીધાનું કબૂલ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના કડા, સોનાની ચૂનીઓ, રોકડ ₹ 7,000 અને મોબાઇલ ફોન સહિત કુલ ₹ 75,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) ૨મેશનાથ મોહનનાથ મદારી ઉ.વ.૨૪ ૨હે. રીટોડા તા.ભિલોડા જી.અરવલ્લી

(૨) વિશ્વાસનાથ કરણનાથ મદારી ઉ.વ.૧૯ ૨હે. રીટોડા તા. ભિલોડા જી.અરવલ્લી

(૩) પ્રદેશનાથ જાનનાથ મદારી ઉ.વ.૨૩ ૨હે. રીટોડા તા. ભિલોડા જી.અરવલ્લી

Back to top button
error: Content is protected !!