DAHODDAHOD CITY / TALUKO

દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

તા.૨૫.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી

દાહોદ નગરપાલિકા પ્રમુખ મિનાક્ષીબેન નિનામાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો નગરપાલિકા પ્રમુખના હસ્તે આંગણવાડી અને ધોરણ-૧ ના ભૂલકાઓનું તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા શાળા પરિસરમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળ્યું, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં અનેરો ઉત્સાહ બાળકોના શિક્ષણના પાયાને મજબૂત બનાવવા માટે પ્રવેશોત્સવ અંતર્ગત વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું મિનાક્ષીબેન નિનામાએ દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકી કન્યા કેળવણીના મહત્વ વિશે સમજ આપી શાળાના શિક્ષકો અને નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ શાળા પ્રવેશોત્સવ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને આનંદ જોવા મળ્યો

Back to top button
error: Content is protected !!