MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અને બાલવાટિકા રૂમ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

 

TANKARA:ટંકારાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી અને બાલવાટિકા રૂમ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

 

 

યોજાયો. દર વર્ષે નવા સત્રની શરૂઆતમાં નાના ભૂલકાઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાતો હોય છે. આ વર્ષે ટંકારા તાલુકા ની ઝાલા પ્રાથમિક શાળા માં ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં બાલવાટિકા, ધોરણ 1 અને આજ વર્ષે શરૂ થયેલ મેઘપર માધ્યમિક શાળા ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. બાળકો દ્વારા સ્વાગત ગીત,વક્તવ્ય અને વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પાર્થભાઈ ગડારા (નાયબ કાર્યપાલક ઇજનેર), ટંકારા મામલતદાર પી.એન.ગોરસાહેબ, સાગરભાઇ સાવલિયા (મદદનીશ ઇજનેર) લાયઝન અધિકારી શૈલેષભાઈ સાણજા, જિલ્લા પંચાયત સભ્ય રસિકભાઈ દેત્રોજા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહેશભાઈ લીખીયા તથા CRC હેમંતભાઈ ઉપસ્થિત હતા. બાળકોનો ઉત્સાહ વધારવા ગ્રામજનો પણ ઉપસ્થિત હતા. બાલવાટિકા માટે રમકડા લપસિયા અને બેન્ચીસ મારવાણીયા પરિવાર (રાજપર)દ્વારા આપવામાં આવી જે ક્લાસનું પણ અનાવરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જાનકીબેન અગ્રાવતે તથા શિક્ષકો મયુરભાઈ, હેતલબેન, રસ્મિતાબેન, જીજ્ઞાબેન, માનસીબેન એ ખૂબ મહેનત કરી હતી. બાળ દેવો ભવ

Back to top button
error: Content is protected !!