DAHODLIMKHEDA

વાવડી ફળિયા નિનામાની વાવ પ્રા.શાળામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક ની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

તા.૨૫.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

LIMKHEDA:વાવડી ફળિયા નિનામાની વાવ પ્રા.શાળામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક ની પ્રેરક ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં અતિ ઉંડાણ અને અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ વાવડી ફળિયા નિનામાની વાવ પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ નું પ્રથમ પગલું પાડતાં કુમકુમ તિલક કરીને બાલવાટિકા, આંગણવાડી અને ધો.૧ ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. તથા જમીનના દાતાર બાબુભાઈ નિનામા અને બકુભાઇ નિનામાનું પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. સરપંચ કાળુભાઈ નિનામા દ્વારા ૨૫ દફતર ની કીટ,બેગ, સ્લેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત ના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ પ્રજાપતિ દ્વારા હિન્દુ ધર્મની રક્ષા, સનાતન સંસ્કૃતિ અને ધર્મ પરિવર્તન બાબતે સમજ આપવામાં આવી સાથે બાળકોને કુમકુમ તિલક કરી, શૈક્ષણિક કીટ અને ચોકલેટ આપી બાળકોનો પ્રવેશ આપવામાં આવ્યો. અને પ્રતિનિધિ તરીકે વિસ્તરણ અધિકારી સિસોદિયા સાહેબ અને લાયઝન અધિકારી તરીકે CRC સુરેશભાઈ ડિંડોર હાજર રહ્યા હતા. વૃક્ષારોપણ અને બાળકો નું પ્રથમ નંબર લાવનાર નું સન્માન પૂર્વ મામલતદાર બી.ડી.મકવાણા દ્વારા કરવામાં આવ્યું. રાજ્યપાલ એવોર્ડ વિજેતા કૌશિકકુમાર પીઠાયા દ્વારા શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં આંગણવાડી, મહિલાઓ અને ગ્રામજનો એ હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો. સમગ્ર સંચાલન આચાર્ય જશવંતભાઈ જાટવા દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!