DAHODDAHOD CITY / TALUKO

દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પી.એમ.શ્રી દોલતગંજ કન્યા પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ ધામધૂમથી ઉજવાયો

તા.૨૫.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને પી.એમ.શ્રી દોલતગંજ કન્યા પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ ધામધૂમથી ઉજવાયો

બાલવાટિકાના ૪૦ અને ધોરણ-૧ના ૩૯ ભૂલકાઓને પ્રવેશ કરાવી શિક્ષણયાત્રાનો પ્રારંભ કરાવાયો; શાળા પરિસરમાં વૃક્ષારોપણ અને સમક ગુજરાત રાજ્યભરમાં શિક્ષણનો વ્યાપ વધારવાના ઉમદા હેતુ સાથે યોજાઈ રહેલા ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત દાહોદ જિલ્લાની પી.એમ.શ્રી દોલતગંજ કન્યા પ્રાથમિક શાળા ખાતે એક જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટરએ શાળામાં પગ મૂકતા નાના ભૂલકાઓને આવકારી તેમની જીવનની પ્રથમ શિક્ષણયાત્રાનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો.શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા કલેક્ટર સુરભી ગૌતમે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ શાળાએ આવેલા નવોદિત બાળકોને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને આવકાર્યા હતા. આ વર્ષે શાળામાં બાલવાટિકામાં  ૪૦ વિદ્યાર્થી ધોરણ-૧ માં ૩૯ વિદ્યાર્થીઓ મળીને કુલ ૭૯ જેટલા બાળકોને ઉત્સાહભેર પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત બાળકો અને વાલીઓને સંબોધિત કરતા જિલ્લા કલેક્ટરએ શિક્ષણનું વાસ્તવિક મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા, શિસ્તનું પાલન કરવા અને ઉચ્ચ સંસ્કારોના સિંચન સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે વાલીઓને પણ અનુરોધ કર્યો હતો કે, બાળકોના સર્વાંગી વિકાસ માટે માત્ર શાળા પૂરતું મર્યાદિત ન રહેતા, વાલીઓએ પણ તેમના શિક્ષણ કાર્યમાં સક્રિય અને સકારાત્મક સહભાગી બનવું અનિવાર્ય છે.આ મંગલમય પ્રસંગને યાદગાર બનાવવા માટે કલેક્ટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે દ્વારા બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.તદુપરાંત, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ શાળાની શૈક્ષણિક ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ તેમજ અન્ય પ્રવૃત્તિઓ અંગે સર્વગ્રાહી રિવ્યૂ મેળવ્યો હતો અને શાળાના સુદ્રઢ સંચાલન માટે ઉપસ્થિત સભ્યોને જરૂરી રચનાત્મક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યો, સ્વાસ્થ્ય વિભાગના કર્મયોગીઓ, શાળાના મુખ્ય શિક્ષક, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસના વાતાવરણમાં સંપન્ન થયો હતો

Back to top button
error: Content is protected !!