HALOLPANCHMAHAL

હાલોલ નગર ખાતે મોહરમ પર્વને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ

 

રીપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૫.૬.૨૦૨૬

સમગ્ર દેશ સહિત હાલોલ નગરમાં મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર ‘મોહરમ’ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આવતીકાલે તારીખ ૨૬ જૂન, શુક્રવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.આજે ગુરુવારના રોજ હાલોલ ડીવાયએસપી વી.જે. રાઠોડ અને એસઆરપી પોલીસની અધ્યક્ષતામાં હાલોલ નગરના મુખ્ય માર્ગો પર એક ભવ્ય ફ્લેગ માર્ચ (ફૂટ પેટ્રોલિંગ) યોજવામાં આવી હતી.આ માર્ચ દરમિયાન આવતીકાલે નગરના હુસેની ચોક, કસ્બા ખાતેથી નીકળનારા મોહરમના પરંપરાગત જુલૂસના સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.મોહરમ પર્વની ઉજવણી એકદમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તથા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન એલર્ટ મોડ પર છે.આ ફ્લેગ માર્ચ દરમિયાન હાલોલ ડીવાયએસપીએ સ્થાનિક મુસ્લિમ અગ્રણીઓ સાથે તહેવારના સુચારુ આયોજન અંગે વિગતવાર ચર્ચા-વિચારણા પણ કરી હતી.

Back to top button
error: Content is protected !!