THARADVAV-THARAD

“વાંતડાઉ ભારતમાલા રોડ પર પોલીસનો સપાટો : મોપેડમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો”

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાંતડાઉ ભારતમાલા રોડ પરથી વાહન ચેકિંગ દરમિયાન મોપેડમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડીને એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, થરાદ પોલીસ સ્ટાફ વાંતડાઉ ભારતમાલા રોડ પર નિયમિત વાહન ચેકિંગ કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન સુઝુકી કંપનીના બર્ગમેન સ્ટ્રીટ મોપેડ (નંબર GJ-08-DQ-7861)ની તપાસ કરવામાં આવતા તેમાં પાસ-પરમીટ વગરનો માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો.

પોલીસે મોપેડમાંથી કુલ 29.57 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, એક મોબાઈલ ફોન તેમજ સુઝુકી બર્ગમેન સ્ટ્રીટ મોપેડ સહિત કુલ રૂ. 1,48,710નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કેસમાં થરાદના વખારવાસ વિસ્તારમાં રહેતા સાઝીદખાન ઉર્ફે આતીશ અયુબભાઈ અમીભાઈ રાઉમા નામના ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી થરાદ પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. જિલ્લામાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!