દિયોદર વડાણા (સા) પાસે બાઈક ને અકસ્માત નડ્યો પિતા – પુત્રનું મોત માતા ને ગંભીર ઇજા

દિયોદર વડાણા (સા) પાસે બાઈક ને અકસ્માત નડ્યો પિતા – પુત્રનું મોત માતા ને ગંભીર ઇજા
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
•ભાભર તરફથી આવતી પૂર ઝડપે એર્ટિકા ગાડી ચાલકે બાઇક ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે શુક્રવારે સાંજે બાઇક ચાલકને ભાભર તરફથી આવતી એર્ટિકા ગાડીના ચાલકે ટક્કર મારતા બાઈક પર સવાર પિતા – પુત્ર ને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યાં પત્ની ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ ખસેડવામાં આવી હતી પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ભાભર તાલુકાના કુવાળા ગામના વતની અને દિયોદરના જાડા ગામે ભાગ બાધી ને રહેતા નીલાભાઈ શંકરભાઈ ઠાકોર પોતાનું બાઇક પર પોતાના દીકરા રવિ તેમજ પત્ની પરમાબેન ઠાકોર સાથે દિયોદર થી ભાભર તરફ જઈ રહ્યા હતા જ્યાં વડાણા ગામ પાસે ભાભર તરફ થી આવતી ગાડી નંબર G j O1 RC 0767 નંબર ના ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા બાઇક ચાલકને ટક્કર મારતા બાઈક પર સવાર નીલાભાઈ શંકરભાઈ ઠાકોર તેમજ તેમના પુત્ર રવિ ઠાકોર ઉંમર 6 વર્ષ ને ગંભીર ઇજાઓ પહોંચતા પિતા – પુત્ર નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યાં પરમાબેન ઠાકોર ને પગ ના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થ 108 એમ્બ્યુલસ માં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ મૃતક પિતા – પુત્ર ને પી એમ અર્થ દિયોદર લાવતા પરિવારજનો ના ટોળા ઉમટી પડ્યા હતા




