GUJARAT

Rajkot: ખીજડીયા પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

તા.૨૫/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

બાલવાટિકા અને ધો. ૧માં પ્રવેશતા ૨૭ ભૂલકાઓને પ્રવેશ સાથે શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

Rajkot: રાજકોટ તાલુકાની ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે આજે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત ‘વિદ્યારંભ સંસ્કાર’ કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયાની અધ્યક્ષતા અને નાયબ કલેક્ટર શ્રી પ્રિતિબેન મોઢવાડિયાએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવતા કુલ ૨૭ ભૂલકાઓને દફતર, પાટી તથા સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી. શાળાના આંગણે સેલ્ફી પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ તકે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી તેમજ પર્યાવરણની જાળવણી અર્થે પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે મહેમાનોએ આજથી શાળાના આંગણે પગ મૂકનારા ભૂલકાઓને આવતીકાલના વિકસિત ભારતના નિર્માતા ગણાવ્યા હતા, તેમજ શાળાની સિદ્ધિઓ બદલ આચાર્ય અને શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી ભરતભાઈ મધુડા, શ્રી પ્રિતિબેન ચૌહાણ સહિત અગ્રણીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!