Gondal: ગોંડલના વેજાગામ અને લુણીવાવ ગામે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી

તા.૨૫/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વેજાગામ તેમજ લુણીવાવ ગામની શાળામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામીણ સ્તરે શિક્ષણનો વ્યાપ વધે, દીકરીઓના શિક્ષણને વેગ મળે, પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત થાય અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ જાગે તેવા ઉમદા હેતુથી તેમજ શિક્ષણના સ્તરને સુધારવા માટે આ મહોત્સવ ઉજવાયો હતો.


બંને કાર્યક્રમો દરમિયાન શાળામાં પ્રથમ વખત પગ મૂકતા ભૂલકાંઓનું કુમકુમ તિલક લગાવી, ફૂલહાર અને મીઠું મોં કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હર્ષભેર શાળાપ્રવેશ કર્યો હતો.


આ તકે રાજકોટ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સામંતભાઈ બાંભવા, વેજાગામ સરપંચ શ્રી વર્ષાબેન ભાલાળા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ ડાભી, ગોંડલ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ વ્યાસ, આસિસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ શ્રી અંબરીશભાઈ માતરીયા, કારોબારી ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.




