MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે: ૪૮ કલાકના અલ્ટીમેટમ બાદ મહિલાઓ બાઈક રેલી લઈને ગાંધીનગર પહોંચશે!




MORBI:મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનશે: ૪૮ કલાકના અલ્ટીમેટમ બાદ મહિલાઓ બાઈક રેલી લઈને ગાંધીનગર પહોંચશે!

જેતપરની છાવણીમાંથી નિલેશભાઈ એરવાડીયાનો હુંકાર: સરકાર ૪૮ કલાકમાં લેખિત ખાતરી નહીં આપે તો મહિલાઓ ગાંધીનગર સુધી બાઈક રેલી યોજશે

ખેડૂતોના પ્રશ્નોને લઈને જેતપર ખાતે ચાલી રહેલી છાવણીમાંથી ખેડૂત નેતા નિલેશભાઈ એરવાડીયાએ સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે એક મોટો હુંકાર કરતા જણાવ્યું છે કે, જો આગામી ૪૮ કલાકની અંદર સરકાર દ્વારા ખેડૂતોને લેખિતમાં પત્ર મોકલીને ચર્ચા માટે બોલાવવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે.

આ ચેતવણી આપતા તેમણે ઉમેર્યું કે, સરકારના નકારાત્મક વલણ સામે હવે મહિલાઓ મોરચો સંભાળશે. જો સમયમર્યાદામાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મોરબી જિલ્લાની મહિલાઓ પોતાની બાઈકો લઈને કોઈપણ ક્ષણે ગાંધીનગર જવા રવાના થશે. આ આક્રમક બાઈક રેલી દ્વારા મહિલાઓ ગાંધીનગર પહોંચીને પોતાનો વિરોધ નોંધાવશે. ૪૮ કલાકના આ અલ્ટીમેટમથી હવે ખેડૂત આંદોલનમાં મોટો ગરમાવો આવી ગયો છે.




