MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના કાંતિપુર-બગથળા શાળા પ્રવેશોત્સવ: ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત અને દાતાઓનું સન્માન

 

MORBI: મોરબીના કાંતિપુર-બગથળા શાળા પ્રવેશોત્સવ: ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત અને દાતાઓનું સન્માન

 

શ્રી બગથળા કુમાર- કન્યા, હરિ નકલંક વિદ્યાલય ,સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા ,કાંતિપુર શાળાનો પ્રવેશોત્સવ સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં યોજાયો. જેમાં પધારેલ મુખ્ય મહેમાનોએ બાલવાટિકામાં અને આંગણવાડીમાં નવા પ્રવેશતા બાળકોને પ્રવેશ આપ્યો. શ્રી બગથળા કન્યા શાળામાં લાઈફ લાઈન હોસ્પિટલના ડોક્ટર ઈશાનભાઇ કંઝારીયા દ્વારા KG થી ધોરણ પાંચ સુધીમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોને સિલ્ડ આપવામાં આવ્યા. ગામના હરજીવન પરસોતમ મેરજા દ્વારા તમામ બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી.ગામના અશ્વિનભાઈ રાંકજા દ્રારા તમામ બાળકોને નોટબુક આપવામાં આવી. આ તકે શાળાના તમામ સ્ટાફે દાતાશ્રીઓનો ખુબ ખુબ આભાર માન્યો સાથે તેમને દાતાઓને સિલ્ડ આપી સન્માનિત કર્યા .આ અવસર એ મેડિકલ ક્ષેત્રના ડોક્ટર ઈશાનભાઈ કંઝારીયા દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરવા બદલ શિક્ષણ ક્ષેત્રમાં તેના યોગદાન બદલ સર્વે ગ્રામજનોએ આભાર સાથે નોંધ લીધી

Back to top button
error: Content is protected !!