MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana:માળીયા(મી) બાઈક અને એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને દબોચ્યો

 

MALIYA (Miyana:માળીયા(મી) બાઈક અને એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી રીઢા ગુનેગારને દબોચ્યો

 

રૂા. ૪૦ હજારનો મુદ્દામાલ જપ્ત: આરોપી અગાઉ લૂંટ, ચોરી અને દારૂના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનો ખુલાસો

માળીયા(મી) પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડી, હળવદ અને મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી રૂા. ૪૦ હજારની કિંમતના બે ચોરાઉ વાહનો રિકવર કર્યા છે.

માળીયા(મી) પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કાજરડા ગામ તરફ જતા માર્ગ પરથી એક યુવક હોન્ડા સાઇન મોટરસાયકલ સાથે પસાર થતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. પોલીસે વાહનના દસ્તાવેજો માંગતા યુવકે ગલ્લા-તલ્લા કરી ગોળ ગોળ જવાબો આપવાનું શરૂ કર્યું હતું. જેથી શંકા દ્રઢ થતાં પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને કડક પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની સઘન પૂછતાછ સામે આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરી હતી. પકડાયેલા આરોપી અસગરભાઈ રમજાનભાઈ મોવર (ઉં.વ. ૨૬, રહે. કાજરડા, તા. માળીયા-મી) એ જણાવ્યું હતું કે:

તેણે હળવદના માથક ગામ નજીક જી.ઈ.બી. સબસ્ટેશન પાસેથી હોન્ડા સાઇન મોટરસાયકલની ચોરી કરી હતી.

આ ઉપરાંત, મોરબી તાલુકાના જેતપર ગામમાંથી એક હોન્ડા એક્ટિવાની પણ ચોરી કરી હતી.

પોલીસે આરોપીની અટકાયત કરી તેની પાસેથી કુલ રૂા. ૪૦,૦૦૦/- ની કિંમતના બંને વાહનો (મુદ્દામાલ) કબજે કર્યા છે.મોજ-શોખ માટે ચોરી કરતો રીઢો ગુનેગાર આરોપી અસગર મોવર કોઈ કામ-ધંધો કરતો નથી. તે પોતાના મોજ-શોખ અને જીવન ગુજરાન માટે ચોરી કરવાની ટેવ ધરાવે છે. આ કોઈ તેનો પહેલો ગુનો નથી, તે અગાઉ પણ લૂંટ, ચોરી તેમજ પ્રોહિબિશન (દારૂબંધી) જેવા અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને રીઢો ગુનેગાર છે.હાલ માળીયા(મી) પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!