MORBI:મોરબીમાં સ્ટ્રીટ લાઈટ અને નવા પોલ ઊભા કરવાનું કામ તેજ ગતિએ: અનેક મુખ્ય માર્ગો ઝળહળ્યા




MORBI:મોરબીમાં સ્ટ્રીટ લાઈટ અને નવા પોલ ઊભા કરવાનું કામ તેજ ગતિએ: અનેક મુખ્ય માર્ગો ઝળહળ્યા


મોરબી શહેરને વધુ પ્રકાશિત, સુંદર અને સુવિધાસભર બનાવવા માટે મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટો, નવા ઇલેક્ટ્રિક પોલ અને હાઈ માસ્ટ લાઈટો નાખવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે, જેના કારણે અનેક મુખ્ય માર્ગો રાત્રિના સમયે પ્રકાશિત બન્યા છે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોને આવરી લઈને આ આયોજન હાથ ધરાયું છે:

નવલખી રોડથી શ્રદ્ધા પાર્ક સુધી સ્ટ્રીટ લાઈટ અને નવા પોલ ઊભા કરવાનું કામ પૂરું થયું છે.રાજપર રોડ પર મહાનગરપાલિકાની હદ સુધી લાઈટિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, સુરક્ષા અને સુંદરતાના ભાગરૂપે જિલ્લા પંચાયત રોડના ડિવાઈડરમાં ગ્રીલ લગાવવાનું કામ પણ આટોપી લેવાયું છે.
હાલમાં ઉમિયા સર્કલથી બોરિયા પાટી સુધી સ્ટ્રીટ લાઈટ સાથે નવા પોલ નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.”ઉમિયા સર્કલથી બોરિયા પાટી સુધીનું કામ પણ ટૂંક જ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી દિવસોમાં શહેરમાં લાઈટિંગ સંબંધિત કોઈ પણ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવામાં આવશે અને નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવા તંત્ર સતત કાર્યરત રહેશે.”આ નવી લાઈટો શરૂ થવાથી વાહનચાલકો અને રાહદારીઓને રાત્રિના સમયે ભારે સુવિધા મળશે તેમજ અકસ્માતનો ભય પણ ઘટશે. આગામી સમયમાં શહેરના બાકી બચેલા વિસ્તારોને પણ આ જ રીતે આકર્ષક અને પ્રકાશિત બનાવવાની પાલિકાની નેમ છે.


