MORBI:મોરબીના જેતપર ખાતે ખેડૂત આંદોલનને મળ્યું જંગી સમર્થન: ‘અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા’ નાટક નિહાળવા ઉમટી જનમેદની




MORBI:મોરબીના જેતપર ખાતે ખેડૂત આંદોલનને મળ્યું જંગી સમર્થન: ‘અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા’ નાટક નિહાળવા ઉમટી જનમેદની


મોરબી: મોરબીના જેતપર ગામમાં છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા ખેડૂત ઉપવાસ આંદોલનને વેગ આપવા માટે આજે આંદોલન છાવણી ખાતે એક વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘અદાણીનો અત્યાચાર ને ખેડુતોની દુર્દશા’ નામના નાટક દ્વારા ખેડૂતોની વેદના અને સંઘર્ષને વાચા આપવામાં આવી હતી, જેને લોકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. કલાકાર જલ્પાબેન વરમોરા અને વર્ષાબેન શીરવીએ પોતાની અભિનય શક્તિથી ખેડૂતોની વર્તમાન દુર્દશા અને તેમના સંઘર્ષને અસરકારક રીતે રજૂ કરી હતી. ઉપસ્થિત લોકોએ આ નાટકને ભારે ઉત્સાહ સાથે નિહાળ્યું હતું.

આયોજકોનું કહેવું છે કે આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો ખેડૂત હિતના મુદ્દાઓને જન-જન સુધી પહોંચાડવામાં અને આંદોલનને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ ખેડૂતોની એકતા અને તેમના ન્યાયી સંઘર્ષ પ્રત્યેના લોકસમર્થનનું પ્રતીક બની રહી છે.


