MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની પ્રગતિ હેઠળની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે

 

MORBI મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની પ્રગતિ હેઠળની કામગીરીની પ્રત્યક્ષ મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે

 

કલેક્ટરશ્રીએ નિર્માણાધીન બ્રિજની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ કરવા આપ્યા જરૂરી સૂચનો; સ્થળ પર કરી ટેકનિકલ સમીક્ષા

મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ અને આંતરમાળખાકીય વિકાસને વેગ આપવાના આશય સાથે મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની પ્રગતિ હેઠળની કામગીરીની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ બ્રિજ નિર્માણ ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી ટેકનિકલ સમીક્ષા કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ કામગીરીની ગતિ વધારવા અને નિયત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી અને હકારાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ સ્થળ મુલાકાત અને સમીક્ષા સમયે કલેક્ટરશ્રીની સાથે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના કાર્યપાલક ઇજનેરશ્રી દિવ્યેશ બાવરવા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી હિતેશભાઈ આદરોજા તેમજ શ્રી પ્રશાંત વીરાણી સહિત વહીવટી તંત્ર અને કન્સ્ટ્રક્શન એજન્સીના ટેકનિકલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!