MAHISAGARSANTRAMPUR

એસ.પી. હાઇસ્કૂલ, સંતરામપુર ખાતે કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026.

એસ.પી. હાઇસ્કૂલ, સંતરામપુર ખાતે કેળવણી મોહત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026.

મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન ની ઉપસ્થિતિ માંઉજવયેલ…

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

 

રાજ્ય સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત એસ.પી. હાઇસ્કૂલ, સંતરામપુર ખાતે ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સફિન હસન સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સોસાયટીના પ્રમુખ આઈ.વી. પરીખ સેક્રેટરીશ્રી વિનોદભાઈ ગડિયા , સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર અસોડા , લાયઝનિંગ અધિકારી તેમજ સંતરામપુર નગરપાલિકાના નેતા પવન ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ સફિન હસને વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરી સતત મહેનત, શિસ્ત અને સમર્પણ દ્વારા સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.ને વિધાર્થીઓ સાથે સ સંવાદ કરી ને પ્રસ્નોતરી કરી ને તેમનો લક્ષ.. ગોલ નક્કી કરી ને તે દિશામાં આગળ વધવા જણાવેલ.“બેક ટુ સ્કૂલ” અભિયાન અંતર્ગત પુનઃ શાળામાં જોડાયેલા બાળકોનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને શિક્ષણ સાથે સતત જોડાયેલા રહેવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.
કાર્યક્રમમાં કન્યા શિક્ષણના મહત્વ, શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને દરેક બાળકનો શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવાના સંકલ્પને વિશેષ મહત્વ આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમ સમગ્ર શાળા પરિવારમાં નવી ઊર્જા, પ્રેરણા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપનારો સાબિત થયો હતો.શાળા ના વિદ્યાર્થીઓ એ પ્રાર્થના ને સ્વાગતગીત રજુ કરેલ ને શિક્ષણ પ્રત્યેનો પોતાનો અભિગમ વિચાર પણ વ્યક્ત કરેલ.અંતમાં આ શાળાના આચાર્ય . ઇન્દ્રપાલસિંહએ વિધાથીર્ઓ ને આજના આ શુભ પ્રસંગે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન સાહેબ ના જીવનમાંથી પ્રેરણા લઈને વિધાર્થીઓને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરવા માટે
અનુરોધ કર્યો હતો.
શાળા પરિવાર દવારા આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રશનીય કામગીરી કરેલ હતી.

Back to top button
error: Content is protected !!