તાણા ખાતે તક્ષશિલા સોસાયટી માં પૂ.જલારામ બાપાનાં ભજન સત્સંગ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો..
સ્વ.અચરતલાલ ગોકલાણી ના પગલે રામ-લક્ષ્મણની જોડી સમા તેમના બંને પુત્રો હર્ષદભાઈ અને નિરંજનભાઈ એ ૫ મી ડિસેમ્બર ૨૦૧૨ (સાડાતેર વર્ષ) થી ચાલું કરેલ ભજન સત્સંગ અવિરત ચાલી રાખ્યો છે.ત્યારે "શ્રી જલારામ ગૌ સત્સંગ"ના સહયોગથી રમીલાબેન ઠક્કર,

તાણા ખાતે તક્ષશિલા સોસાયટી માં પૂ.જલારામ બાપાનાં ભજન સત્સંગ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો..
સૌરાષ્ટ્ર્ની ભુમી એટલે સંત અને સુરોની ભુમી જયાં નામી અનામી સંતોએ અઘોર ભકિત કરી ભગવાનના સાક્ષાત દર્શન કર્યા.સૌરાષ્ટ્રની ધરતીને પાવન કરી છે.જેમાં ભકત નરસિંહ મહેતા,શેઠ શગાળશા તદુપરાંત રાજકોટ જિલ્લાના નાનક્ડા વીરપુર ગામે શ્રી જલારામ નામના ભક્તની અઘોર ભકિત થકી ભગવાનના સાક્ષાત દર્શન કરી ઝોળી અને ધોકો શ્રી જલારામને હાથો હાથ દઈ ભગવાન અદ્રશ્ય થયેલ.વીરપુર ની પાવન ભૂમિના પડઘા વર્તમાન ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં પડતાં તાલુકાના રઘુવંશી પરીવારના ભાઈઓ બહેનો બાળકો વિગેરે સંતશ્રીજલાબાપુ ની અહલેક જગાવેલ.સ્વ ચરતલાલ શિવરામભાઈ ગોકલાણી સહીત રઘુવંશી પરીવાર દ્વારા થરામાં ઠેર ઠેર દર ગુરૂવારે શ્રી જલારામ બાપાનાં ભજન સત્સંગનો કાર્યક્ર્મ ચાલું કર્યો.સ્વ.અચરતલાલ ગોકલાણી ના પગલે રામ-લક્ષ્મણની જોડી સમા તેમના બંને પુત્રો હર્ષદભાઈ અને નિરંજનભાઈ એ ૫ મી ડિસેમ્બર ૨૦૧૨ (સાડાતેર વર્ષ) થી ચાલું કરેલ ભજન સત્સંગ અવિરત ચાલી રાખ્યો છે.ત્યારે “શ્રી જલારામ ગૌ સત્સંગ”ના સહયોગથી રમીલાબેન ઠક્કર, હેતલબેન ઠક્કર,અંજુબેન ઠક્કર,રક્ષાબેન ઠક્કર, યોગેશભાઈ ઠક્કર,હરિભાઈ સોની,મધુભાઈ સોની, ભગવતીબેન સિંઘવ,કલીબેન ઠક્કર,શિલ્પાબેન ઠક્કર, ભાવનાબેન ઠક્કર,તરૂણાબેન ઠક્કર,મોહનભાઈ આસોપાલવ, નિરંજનભાઈ હરિપેલેસ ના મુખારવિંદે બેન્જો માસ્ટર વિષ્ણુભાઈ ગૌસ્વામી તબલા વાદક વસંતભાઈ મીરના તબલા ના તાલે ઘેઘુરવડ ના નામે પ્રખ્યાત તાણા ખાતે ચામુંડા માતાજીના સાનિધ્યમાં આવેલ તક્ષશિલા સોસાયટીમા બનાસ ટેરીન સેન્ટર ના માલિક કનુભાઈ પ્રજાપતિ ની મનોકામના પૂર્ણ થતા ૨૫ મી જૂન ૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ કલાક સુધી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ,ઊણ પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ,થરા નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ,ગુજરાત પ્રજાપતિ જાગૃત પરિષદ વિભાગ કાંકરેજના પ્રમુખ નટુભાઈ પ્રજાપતિ,જિલ્લા પંચાયત સદસ્ય તેજાભાઈ દેસાઈ,ઓગડ તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દશરથભાઈ ઠક્કર, દિનેશભાઈ પ્રજાપતિ સહીત ભાવિક ભક્તોની હાજરીમા પૂજ્ય જલારામ બાપાનાં ભજન સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.શ્રી જલારામ બાપા મંદિર ટ્રસ્ટી દ્વારા બાપાની છબી આપી સ્વ. મગનબાપા પ્રજાપતિ પરિવારનું સન્માન કર્યું હતું.ઉણ સ્કૂલ ના નિવૃત શિક્ષક પ્રહલાદભાઈ ઠકકરે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે જે કોઈ લોકો જલારામ બાપાની અતૂટ શ્રદ્ધા ધરાવે તેમની મનોકામના બાપા પુરી કરે છે.કનુભાઈ અને શંકરભાઈ નુ લખો રૂપિયાનું કામ અટવાયેલ હતું ત્યારે પૂજ્ય જલારામ બાપાની આરાધના કરી અને પૂજ્ય બાપાના ભજન સત્સંગ રાખવાનું નક્કી કરતા અટવાયેલું કામ પૂર્ણ થયેલ. બાપનો પરચો મળતા ભવ્ય ભજન સત્સંગ રાખવામાં આવ્યા ત્યારે આજે વિશાળ જનમેદનીના દર્શન થયા છે. આંજના કાર્યક્રમમા ૧૫ હજાર રૂપિયાનુ રોકડ અનુદાન આવેલ જે સૌ શાળામાં ગૌ માતાને ઘાસ માટે વાપરવામાં આવશે. મગનબાપા પ્રજાપતિ પરિવાર દ્વારા આરતી ઉતારી પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.આવનાર દરેકનો વિમલભાઈ પ્રજાપતિ એ આભાર માન્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530








