BANASKANTHAGUJARATKANKREJ

શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું..

શિહોરી ખાતે આવેલ જ્યુડિશિયલ કોર્ટમાં જિલ્લા ડિસ્ટ્રિક જજ અમિત જે. કાનાણીના વરદ હસ્તે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ જ્યુડિશિયલ કોર્ટમાં જિલ્લા ડિસ્ટ્રિક જજ અમિત જે. કાનાણીના વરદ હસ્તે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું.કોર્ટ મિટિંગ હોલમાં વકીલ મંડળ અને કોર્ટ સ્ટાફ તેમજ આરોગ્ય વિભાગના પિયુષભાઈ ચૌધરી અને સ્ટાફ સાથે મિટિંગ યોજાઈ હતી. જિલ્લા ડિસ્ટ્રિક જજ અમિત કાનાણીનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી શિહોરી જ્યુડિશિયલ કોર્ટના જજ આર. વી.પટેલ,વકીલ મંડળના પ્રમુખ એમ.સી.પરમાર અને વકીલ મંડળ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરેલ.શિહોરી જ્યુડિશિયલ કોર્ટના જજ આર. વી.પટેલ,શિહોરી વકીલ મંડળના પ્રમુખ એમ.સી.પરમાર,વિદ્વાન વકીલ અશ્વિનભાઈ શાહ, ડી. ડી.રાવલ,આર કે.મનસુરી, શ્રેયાંસ શાહ,શિવશંકરભાઈ જોષી, બાબુલાલ સિલ્વા, ભરતભાઈ દેસાઈ,વિશાલ ડાભાણી,દિલીપ બુકોલિયા, મહિલા વકીલ સુજાતાબેન દેસાઈ,વિનુબા પરમાર, સજનબેન ઠાકોર,શિહરી કોર્ટના રજીસ્ટાર પી.એન.પરમાર,કોર્ટ સ્ટાફ,શિહોરી-થરા પોલીસ સ્ટેશન ના પીઆઈ અને સ્ટાફ સાથે સિનિયર અને જુનિયર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી બ.કાં.જિલ્લા ડિસ્ટ્રિક જજ અમિત કાનાણીએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે હવે શિહોરી કોર્ટમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રમાં ડૉક્ટર સંદીપ પરમાર (બી.એચ.એમ.એસ). ડૉક્ટર કોનીક વોરા,નર્સ હિરલબેન અને પ્રાચીબેન મેડિકલ સ્ટાફ ફરજ બજાવી આરોગ્યની કાળજી રાખશે.કોર્ટના સ્ટાફ,વકીલો અને કોર્ટમાં આવનાર પક્ષકારો ને આ સેવાનો લાભ મળશે.અંતે આભાર વિધિ વિદ્વાન વકીલ અશ્વિનભાઈ શાહે કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!