KHERGAMNAVSARI

ખેરગામમાં કોમી એકતા અને એખલાસભર્યા માહોલમાં કલાત્મક તાજીયાઓનું ઝુલૂસ સંપન્ન

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ – ખેરગામ


ખેરગામમાં મહોરમ પર્વ નિમિત્તે શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ઇમામ હુસેન તથા કરબલાના મેદાનમાં શહીદ થયેલા તેમના 72 સાથીઓની યાદમાં કલાત્મક તાજીયાઓનું ભવ્ય ઝુલૂસ શ્રદ્ધા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યું હતું.
મુસ્લિમ મહોલ્લાથી નીકળેલું ઝુલૂસ ચાર રસ્તા, મેઇન બજાર, પોસ્ટ ઓફિસ માર્ગે ફરી મસ્જિદ અને મુસ્લિમ મહોલ્લા પહોંચ્યું હતું. ત્યારબાદ ઔરંગા નદી ખાતે તાજીયાઓનું વિસર્જન (ટાઢા કરવાની વિધિ) શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું. હિન્દુ સમાજના આગેવાનો તથા વેપારી અગ્રણીઓ પંકજભાઈ મોદી, ભૌતેશ કંસારા, અંકુર શુક્લ, અનિલ કાપડિયા પ્રકાશભાઈ સહિતના આગેવાનોએ માજી મુતવલ્લી ઝમીરભાઈ શેખ, અઝીઝભાઈ ક્વોરીવાળા, શોએબભાઈ શેખ, ફારૂકભાઈ શેખ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.મહોરમ નિમિત્તે અગાઉની રાત્રે પણ તાજીયાઓનું ઝુલૂસ યોજાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેરગામ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહિલા પીઆઈ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ્સ તથા ગ્રામ રક્ષક દળના જવાનોએ સતત ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી હતી. સમગ્ર કાર્યક્રમ કોમી સૌહાર્દ, ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!