BHARUCHNETRANG

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નેત્રંગ તાલુકાના કંબોડિયા ખાતે બે ફોર વ્હીલ ગાડીમાં સંતાડી રાખેલ રૂપિયા ૩.૩૮ લાખ થી વધુના જથ્થો ઝડપી પાડ્યો.

બ્રિજેશ પટેલ, ભરૂચ

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોહીબીશન-જુગાર વોચ તપાસમાં ખાનગી વાહન મારફત પેટ્રોલિંગમાં હતી.

જે સમયે ચોક્કસ બાતમીદાર થી બાતમી મળેલ કે કંબોડીયા ગામના માં રહેતો પ્રવિણ ઉફે બટકો ગુલાબ પાટણવાડીયા નાઓએ પોતાના ઘરના પાછળના ભાગે બે ફોરવ્હીલ ગાડી નંબર જીજે-૦૬-એલઇ-૩૦૭૨ અને જીજે-૨૨-પી-૫૯૮૩ માં ઇગલીંશ દારૂનો જથ્થો ભરેલ છે. જે બાતમી હકીકત મુજબ રેડ કરાતા તેના ઘરની પાછળ ઉપરોક્ત નંબરની બે ફોર વ્હીલ ગાડીઓ મળી આવેલ જેમાં તપાસ કરતા ઇગલીંશનો જથ્થો મળી આવેલ જેની ગણતરી કરાતા દારૂની નાની મોટી બોટલ તેમજ બીયર ટીન મળી ૨૩૦૪ નંગ કિંમત રૂપિયા ૩,૩૮,૨૫૬/= તેમજ ફોરવ્હીલ ગાડી નંગ બે કિંમત રૂ.૯,૦૦,૦૦૦/=મળી કુલલે રૂ.૧૨,૩૮,૨૫૬/= નો મુદામાલ જપ્ત કરી ફરાર બુટલેગર પ્રવિણ ઉફે બટકો ગુલાબ પાટણવાડીયા (રહે કંબોડીયા તા.નેત્રંગ જી ભરૂચ) ને વોન્ટેડ જાહેર કરી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેના વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!