દાહોદ ડોકી સબ જેલમાં બંદીવાનોના ટી.બી. રોગ નિદાન માટે સ્ક્રેનીંગ કેમ્પ કરવામાં આવ્યો.

તા.૨૬.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ડોકી સબ જેલમાં બંદીવાનોના ટી.બી. રોગ નિદાન માટે સ્ક્રેનીંગ કેમ્પ કરવામાં આવ્યો
જેલોના પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન. રાવ સાહેબ, નાયબ જેલ મહાનિરીક્ષક આર.પી. બારોટ સાહેબ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજકુમારી સાહેબના માર્ગદર્શન અને સૂચના અનુસાર પ્રિઝન ઇન્ટરવેશન (GSNP+) Alliance India પ્રોજેકટ અન્તર્ગ દાહોદ સબ જેલમાં તમામ બંદીવાનોનું ટી.બી.રોગના નિદાન માટે પોર્ટેબલ એક્સ-રે મશીન દ્વારા સ્ક્રેનીંગ કરવા માટે જિલ્લા ટી.બી.રોગ નિવારક કેન્દ્રના સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ. આ કેમ્પ તા.૨૭ જુન તથા ૨૯ જુન એમ બે દિવસ ચાલશે. સ્ક્રેનીંગ કરવાની કામગીરી પ્રોજેકટના કોડિનેરટ- રૂપેશભાઇ મકવાણા તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી
, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી., જે “ટીબી મુક્ત ભારત”ના લક્ષ્ય તરફ દૃઢ પગલું સાબિત થશે.




