MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે પોલીસની લાલ આંખ, ગુનો દાખલ




MORBI:મોરબી જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક સામે પોલીસની લાલ આંખ, ગુનો દાખલ

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા એક લક્ઝુરિયસ સ્પાના સંચાલક સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં ન આપવી સંચાલકને ભારે પડી છે.

મોરબી એસ.ઓ.જી. (SOG) પોલીસની ટીમ જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના અમલીકરણ અંગે ચેકિંગમાં હતી, ત્યારે આ ગેરરીતિ સામે આવી હતી. હાઇવે પર આવેલા ‘અતંરંગ લકઝુરીયસ સ્પા’ ની તપાસ દરમિયાન માલુમ પડ્યું કે, ત્યાં કામ કરતી બે મહિલા વર્કરોના બાયોડેટા ફોર્મ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા નહોતા.
જાહેરનામાનો ભંગ: મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા. ૧ જૂનથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, તમામ સંચાલકોએ પોતાના કર્મચારીઓની માહિતી પોલીસને આપવી ફરજિયાત છે, જેનો અહીં સ્પષ્ટ ભંગ થયો હતો.
પોલીસે જાહેરનામાના ઉલ્લંઘન બદલ સ્પાના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે:આરોપીનું નામ: પિન્કલકુમાર અશોકભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૫) મૂળ રહેવાસી: સુરત (હાલ રહે. અતરંગ લકઝુરીયસ સ્પા, રાજકોટ-મોરબી હાઇવે) સ્થાનિક પોલીસ અને એસ.ઓ.જી. દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારના સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.



