MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘમાં શ્રી પાર્શ્વ પદ્માવતી મંત્ર જાપ સાધનાનો ભવ્ય પ્રારંભ: ૨૪૦થી વધુ ભાવિકો ઉમટ્યા

 

WAKANER:વાંકાનેર સ્થાનકવાસી જૈન સંઘમાં શ્રી પાર્શ્વ પદ્માવતી મંત્ર જાપ સાધનાનો ભવ્ય પ્રારંભ: ૨૪૦થી વધુ ભાવિકો ઉમટ્યા

 

 

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ વાંકાનેરના આંગણે આજે આધ્યાત્મિક ઊર્જાનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ, સાધના સમ્રાટ આચાર્ય ભગવંત ગુરૂદેવશ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તારીખ ૨૮-૦૬-૨૦૨૬, રવિવારના રોજ ઉપાશ્રય ખાતે એક ભવ્ય અને દિવ્ય આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી યંત્ર જાપ આરાધનામાં સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંદાજે ૨૪૦ થી પણ વધુ ભાવિકો આ જાપ સાધનામાં જોડાયા હતા.

આ મંત્ર જાપ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત તમામ આરાધકોને વિશિષ્ટ ‘યંત્ર કાર્ડ’ આપવામાં આવ્યા હતા. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં ચરણબદ્ધ રીતે વિવિધ સ્તવન ભક્તિ સાથે સતત ૨ કલાક સુધી મંત્ર જાપ કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર ઉપાશ્રયનું વાતાવરણ દિવ્ય અને સકારાત્મક ઊર્જાથી સભર બની ગયું હતું. કાર્યક્રમના અંતે તમામ આરાધકોને વિવિધ દાતાઓ તરફથી સુંદર પ્રભાવના વહેંચવામાં આવી હતી.

સેવાર્થીઓનું બહુમાન અને દાતાઓનો લાભ આ પ્રસંગે સંઘ વતી વિશેષ સેવા બદલ:સંઘના અગ્રણી સેવાર્થી શ્રી ભાવનાબેન ,સંઘના મેનેજર શ્રી જીતેન્દ્રભાઈ દોશી બંને મહાનુભાવોની સેવાઓને બિરદાવી તેમનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ, પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ આદિ સંત-સતીજીઓના ૧૮ દિવસના શેષકાળ માટેની વૈયાવચ્ચ ભક્તિ તથા રસોડાનો (સાધર્મિક ભક્તિ) લાભ માતૃશ્રી વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવારે (વાંકાનેર) લઈને પુણ્યનું ભાથું બાંધ્યું છે.

આગામી કાર્યક્રમો (આવતીકાલે) જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંઘમાં વિશેષ આરાધનાઓ યોજાશે:

ત્રિરંગી સામાયિક સાથે એકાસનાની આરાધના.પાખી પ્રતિક્રમણનું સુંદર આયોજન.આ આવતીકાલની ભક્તિનો લાભ માતૃશ્રી મુકતાબેન જયંતિલાલ મહેતા હ. પ્રતિમાબેન હસમુખ મહેતા (બોરીવલી) તરફથી રાખવામાં આવેલ છે.સમગ્ર ધર્મોત્સવને સફળ બનાવવા માટે વાંકાનેર જૈન સંઘના પ્રમુખ શ્રી અનંતરાય ભગવાનજી મહેતા, અલ્પેશભાઈ પટેલ, સચિનભાઈ કામદાર, ધવલભાઈ મહેતા, તથા ભાવિનભાઈ મહેતા સહિતના તમામ ઉત્સાહી કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સુંદર સંચાલન દ્વારા સમગ્ર આયોજનને દીપાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!