વાવ પોલીસની સતર્ક કામગીરી: 5 ગુમ થયેલા મોબાઈલ શોધી માલિકોને પરત અપાયા, ‘તેરા તુજકો અર્પણ’ સૂત્ર બન્યું સાર્થક

વાત્સલ્ય મ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ 
વાવ: બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષીતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા મોબાઈલ ફોન તેમના અસલ માલિકોને પરત સોંપવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક એસ. એમ. વારોતરિયાના માર્ગદર્શન અને વાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. વસાવાની સૂચના મુજબ વાવ પોલીસ ટીમે અગાઉ નોંધાયેલી મોબાઈલ ગુમ થયાની અરજીઓના આધારે તપાસ હાથ ધરી હતી.
CEIR પોર્ટલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ દરમિયાન કુલ 5 ગુમ થયેલા મોબાઈલ ફોન, અંદાજિત રૂ. 1.20 લાખની કિંમતના, શોધી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ તમામ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.
મોબાઈલ પરત મળતાં અરજદારોએ વાવ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુમ થયેલી મિલકત શોધી તેના હકદાર સુધી પહોંચાડવાની આ કામગીરીથી વાવ પોલીસ ટીમે ‘તેરા તુજકો અર્પણ’ સૂત્રને સાચા અર્થમાં સાર્થક બનાવ્યું છે.




