MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ધુનડા (સ) ગામે તળાવમાંથી ૮ ખેડૂતોની મોટરના કોપર કેબલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

TANKARA:ટંકારાના ધુનડા (સ) ગામે તળાવમાંથી ૮ ખેડૂતોની મોટરના કોપર કેબલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી સ્થાનિક ખેડૂતોની પાણી ખેંચવાની મોટરના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા તસ્કરો આશરે ૮ જેટલા ખેડૂતોની મોટરના કેબલની ચોરી કરી નાસી છૂટ્યા છે.

મળતી માહિતી મુજબ, ધુનડા (સ) ગામે રહેતા અને ખેતીકામ કરતા મહેશભાઈ હિરજીભાઈ રંગપરીયા (ઉ.વ.૪૫) એ આ બાબતે ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગામની સીમમાં આવેલા ‘ઢબુકિયું’ તરીકે ઓળખાતા તળાવમાં ફરિયાદી તેમજ અન્ય સાત ખેડૂતોની પાણી ખેંચવાની મોટરો આવેલી છે. કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તળાવમાં ઉતરીને આ તમામ ૮ ખેડૂતોની મોટરના અશરે ૧૫૦ ફૂટ લાંબા કોપરના કેબલ કાપી લીધા હતા. ચોરી થયેલા આ વાયરનું કુલ વજન આશરે ૨૦ કિલોગ્રામ અને કિંમત ₹૬,૦૦૦ આંકવામાં આવી છે.ખેડૂતોના કિંમતી કેબલ કાપીને ચોરી જવાની આ ઘટના અંગે ટંકારા પોલીસે ગુનો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!