MORBI:મોરબીના બેલા ગામની સીમમાં તસ્કરી: મોટર રીવાઇન્ડિંગની દુકાનમાંથી . ૧.૪૨ લાખના મુદ્દામાલની ચોરી




MORBI:મોરબીના બેલા ગામની સીમમાં તસ્કરી: મોટર રીવાઇન્ડિંગની દુકાનમાંથી . ૧.૪૨ લાખના મુદ્દામાલની ચોરી

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં આવેલી એક મોટર રીવાઇન્ડિંગની દુકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર ઈસમો અંદાજે ૧૦૦ કિલો કોપર વાયર, હાઇડ્રોલિક પુલર અને બેરિંગના કાર્ટન મળી કુલ રૂપિયા ૧,૪૨,૮૦૦/- ની કિંમતી મતા ચોરી કરી રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ ટંકારા તાલુકાના નેકનામ ગામના વતની અને હાલ મોરબીના પંચાસર નાની કેનાલ રોડ પર રહેતા વિવેકભાઈ મનસુખભાઈ ભાલોડીયા (ઉ.વ. ૩૦) બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ પર આવેલ ખોડીયાર કોમ્પલેક્ષમા ‘શ્રી મેલડી કૃપા મોટર રીવાઇન્ડિંગ’ નામની દુકાન ધરાવે છે. રાત્રિના સમયે પાંચેક જેટલા અજાણ્યા તસ્કરોએ પોતાના ચહેરા સ્પષ્ટ ન દેખાય તે રીતે આડશ બાંધી રાખેલ હતી. ત્યારબાદ કોઈ વજનદાર વસ્તુ વડે દુકાનનું લોખંડનું શટર ઊંચું કરી દુકાનમાં ગુપ્ત અપપ્રવેશ કર્યો હતો.
તસ્કરો દુકાનમાંથી નીચે મુજબના મુદ્દામાલની ચોરી કરી ગયા છે:કોપર વાયર: વેસ્ટ તથા નવા-જૂના કોપર વાયર અંદાજે ૧૦૦ કિલો (કિંમત રૂ. ૧,૦૯,૦૦૦/-)હાઇડ્રોલીંક પુલર: કિંમત રૂ. ૮,૦૦૦/-એસ.એસ. બેરિંગ: નાની-મોટી સાઇઝના બેરિંગના ૫ કાર્ટન (કિંમત રૂ. ૨૫,૦૦૦/-) કુલ ચોરી: રૂપિયા ૧,૪૨,૮૦૦/-આ ઘટના અંગે વિવેકભાઈ ભાલોડીયાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


