MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી: ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય અને વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી

 

MORBI:મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી: ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય અને વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી

 

મોરબી જિલ્લા પંચાયતની આજરોજ એક મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના હિતને ધ્યાને રાખીને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ જિલ્લા પંચાયતની અલગ-અલગ સમિતિઓની રચના કરીને તેના ચેરમેન અને સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સામાન્ય સભા દરમિયાન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સ્થાનેથી આ બેઠકમાં એક ખેડૂતલક્ષી ઠરાવ રજૂ કરાયો હતો.

જિલ્લા પંચાયતના સદસ્ય સતીષભાઈ મેરજાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરમાં આવતી વીજ લાઇન બાબતે રજૂ થયેલા આ ઠરાવને સભામાં સર્વાનુમતે મંજૂર કરીને આગળની કાર્યવાહી માટે સરકારમાં મોકલવામાં આવ્યો છે.

આજની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેના ચેરમેન તરીકે નીચે મુજબના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે:કારોબારી સમિતિમનીષકુમાર કાંજીયા ,શિક્ષણ સમિતિરીંકલબેન અઘેરા ,સામાજિક ન્યાય સમિતિજયાબેન ગોહેલ ,જાહેર આરોગ્ય સમિતિધર્મેન્દ્રભાઈ એરવાડીયા ,જાહેર બાંધકામ સમિતિ જાગૃતીબેન વાધરીયા ,ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિદક્ષાબેન ગણેશિયા મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિરંજનબેન હડિયલ અપીલ સમિતિગીતાબેન દુબરીયા

આ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન ઉપરાંત તેના સભ્યોના નામ પણ જાહેર કરીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા આહવાન કરાયું હતું.

Back to top button
error: Content is protected !!