MORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પતિના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું તેમના પતિ સાથે કરાવ્યું મિલન

 

MORBI મોરબી પતિના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું તેમના પતિ સાથે કરાવ્યું મિલન

 

 

પતિના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવતી ૧૮૧ અભયમ ટીમ મોરબી

 

મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે

તારીખ:-૨૪/૦૬/૨૦૨૬ નાં રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા મોરબી વીશીફાટક પાસે રસ્તામાં છેલ્લા કેટલાક કલાકથી એકલા બેઠા છે મહિલા કાંઈ પણ બોલતા નથી અને સરખું સરનામું પણ આપતા નથી મહિલા ખુબ જ રડે છે અને મહિલા ખુબ જ ગભરાયેલી હાલતમાં છે મહિલા ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ની જરૂર છે.

 

જેના પગલે ૧૮૧ નાં કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડ ઘટના સ્થળે મહિલા ની મદદ માટે પહોંચ્યા હતા મહિલાને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતાં સૌપ્રથમ મહિલા ને સાંત્વના આપી તેમજ ૧૮૧ ટીમ દ્વારા મહિલા સાથે વાતચીત કરી અને પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો.

 

ત્યારબાદ મહિલાનું ખુબ જ સંવેદનશીલતા પૃવૅક કાઉન્સિલીગ કર્યું કાઉન્સિલીગ દરમિયાન મહિલાએ પોતાની મનોવ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા બીજા લગ્ન છે મારા બીજા લગ્નનાં માત્ર ચાર જ વષૅ થયાં છે હું મારા પતિ અને મારા સાસુ સહિત નાં પરિવાર સાથે રહું છું છેલ્લા ચાર વર્ષથી મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે તેમજ ફેંકી દ્રવ્યોનું સેવન કરીને માંરી સાથે મારઝુડ કરે છે રોજ અપશબ્દો બોલે છે તેમજ નાની નાની વાતો પર મને માનસિક તેમજ શારીરિક રીતે ત્રાસ આપે છે મારાં પતિ ઘરની બહાર નીકળી જવાનુ વારંવાર કહે છે અને મારી સાથે અયોગ્ય વર્તન કરે છે ઘરમાં જીવન જરુરી વસ્તુઓ પણ લાવતા નથી માટે આવાં અનેક પ્રકારના પ્રશ્ર્નોથી કંટાળીને હું ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગઈ છું.

 

ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા મહિલાનાં પતિ અને સાસુ સાથે વાતચીત કરી અને આધાર પુરાવા માંગેલ આધાર પુરાવા યોગ્ય લાગતા મહિલાનાં પતિના ઘરે ગયેલ મહિલા ના પતિ એ જણાવેલ કે મહિલાને નાની નાની વાતો પર ખોટું લાગી આવતા મહિલા અમારી જાણ બહાર ઘરેથી નીકળી ગયેલ હોય મહિલા નાં પતિ એ મહિલા ને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ તેમની પત્ની મળેલ નહીં.

 

ત્યારબાદ મહિલા અને તેમના પરિવાર જનોને સલાહ સુચન અને માગૅદશૅન આપેલ પોલીસ સ્ટેશન વિશે કાયદાકીય માહિતી આપવામાં આવેલ અને મહિલા સાથે મારઝુડ ન કરવાં તેમજ અયોગ્ય વર્તન ન કરવાં બાબતે લાંબી સમજાવટ આપવામાં આવેલ.

આમ મહિલાએ ઘરની બહાર ક્યારેય પણ ન નીકળવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને રાજી ખુશીથી તેમના પરિવાર સાથે રહેવા જણાવેલ માટે મહિલાને તેમના પરિવાર સાથે સહી સલામત સોંપવામાં આવેલ હોય તેમના પતિએ મહિલા ને સહિ સલામત તેમના ઘરે પહોચાડવા બદલ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Back to top button
error: Content is protected !!