KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલમાં ભાજપ પ્રશિક્ષણ વર્ગમાં સાંસદ રાજપાલસિંહ જાદવની હાજરીમાં ‘મન કી બાત’નો 135મો એપિસોડ નિહાળ્યો.

 

તારીખ ૨૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સામૂહિક રીતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ ના 135મા એપિસોડનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ નીરજકુમાર પટેલ કાલોલ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાદાયી વિચારો, દેશના વિકાસ, યુવાશક્તિ, સ્ટાર્ટઅપ, પર્યાવરણ અને સામાજિક વિષયો પરના સંબોધનનું ધ્યાનપૂર્વક શ્રવણ કર્યું હતું.જ્યાં પ્રશિક્ષણ વર્ગ બાદ કાર્યકર્તાઓએ ‘મન કી બાત’માં આપવામાં આવેલા સૂચનોને જન-જન સુધી પહોંચાડવા અને સરકારની યોજનાઓના લાભ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે PM મોદીના વિચારો દરેક કાર્યકર્તા માટે પ્રેરણાસ્ત્રોત છે અને રાષ્ટ્રનિર્માણમાં નવી ઊર્જા આપે છે.

Back to top button
error: Content is protected !!