BANASKANTHAGUJARATKANKREJ

કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજ કારોબારીની મિટિંગ મળી.

હારીજ તાલુકાના કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી અંબાજી માતાજી ના મંદિરે ૨૯ મી જૂન ૨૦૨૬ ને સોમવાર ના રોજ સવારે કારોબારી ની મિટિંગ યોજાઈ.

સોમવાર ના યોજાયેલ મિટિંગ મા ગત સાતમો નવચંડી યજ્ઞના હિસાબો રજુ કર્યા અને આઠમા નવચંડી યજ્ઞની ચર્ચા વિચારણા કરાતા દરવર્ષે જેમ માગસર સુદ પૂનમના દિવસે યજ્ઞમાં આહુતિ અપાય છે તેવીજ રીતે યજ્ઞ ચાલું રાખવો.નવીન કારોબારીની ચર્ચાઓ કરતા સહમંત્રી અને સંગઠનમંત્રી મા ફેરફાર કરતા પ્રમુખ મનસુખભાઈ ગાંડાભાઈ મુબારકપુરા,ઉપપ્રમુખ વાસુભાઈ ત્રિભોવનભાઈ સાંકરા,મંત્રી કિરીટકુમાર કેશવલાલ થરા, સહમંત્રી પરેશકુમાર લક્ષ્મભાઈ વકીલ મહેસાણા,સંગઠનમંત્રી જગદીશભાઈ કાંતિભાઈ વેડ, ખજાનચી ભરતભાઈ ભેમાભાઈ સરેલ/પાટણ તથા કારોબારી સભ્યો જે હતા તેજ રહ્યા.સલાહકાર સભ્ય હરગોવનભાઈ મુબારકપુરા, સલાહકાર સભ્ય ત્રિભોવનભાઈ સરકારપુરા,પિનાકીનભાઈ મહેસાણા,ઈશ્વરભાઈ હારીજ, સંજયભાઈ સરેલ સહીત અલગ અલગ ગામોમાંથી કારોબારી સભ્યો હાજર રહેલ.કાર્યક્રમનુ સંચાલન જગદીશભાઈ વેડ હાલ રાધનપુરવાળા એ જયારે આભાર વિધિ મંત્રી કિરીટભાઈ એ કરેલ.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!