MORBI:મોરબી તાલુકા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગેસના બાટલા ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો




MORBI:મોરબી તાલુકા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગેસના બાટલા ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા ગેસના બાટલા ચોરી થવાનો એક ગુનો નોંધાયો હતો. આ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીને ઝડપી પાડવા માટે મોરબી તાલુકા પોલીસ ઇન્સપેક્ટરે સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી ખાસ સૂચનાઓ આપી હતી. જે અંતર્ગત પોલીસે ટેકનિકલ વર્ક અને હ્યુમન સોર્સની મદદથી ઘરફોડ ચોરી કરનાર એક રીઢા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને ચોક્કસ ખાનગી માહિતી મળી હતી કે ચોરીનો આરોપી ભડીયાદ ગામની સીમમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે ભડીયાદ ગામની સીમમાં આવેલા મિલેનીયમ સિરામિક ટાઇલ્સ કારખાનાના પાછળના ભાગમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.ચિરાગ પ્રતાપસિંહ પરમાર (ઉંમર વર્ષ: ૨૪) ધંધો: ડ્રાઇવિંગ હાલનું સરનામું: જેલ રોડ, લીલાપર રોડ, સાત હનુમાન સોસાયટી, મોરબી મૂળ ગામ: વડાળા, જી. ગીર સોમનાથ પોલીસે આરોપી ચિરાગ પરમારની અટકાયત કરી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુના અંગેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) એચ.એસ. તીવારી ચલાવી રહ્યા છે.



