ધારાસભ્ય ચૈતર વસાવા કેસ: કોર્ટના નિર્ણયનો આદર કરવો જોઈએ, કાયદો હાથમાં લેવો યોગ્ય નથી – સાંસદ મનસુખ વસાવા

ધારાસભ્ય ચૈતર વસાવા કેસ: કોર્ટના નિર્ણયનો આદર કરવો જોઈએ, કાયદો હાથમાં લેવો યોગ્ય નથી – સાંસદ મનસુખ વસાવા

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5529;
AI_Scene: (-1, -1);
aec_lux: 75.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 43;
વાત્સલ્યમ્ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાને સજા થયાના મામલે સાંસદે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં જેલમાં પોતાની માતા સાથે રહેલી માત્ર 15 દિવસની બાળકી અંગે તેમને ખૂબ દુઃખ છે. નિર્દોષ બાળકીને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તે દુઃખદ બાબત છે.
સાથે જ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો સૌએ આદર કરવો જોઈએ. કાયદો પોતાનું કામ કરે છે અને ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જરૂરી છે. કોઈપણ વ્યક્તિએ કાયદાથી ઉપર જઈને કાર્ય કરવું યોગ્ય નથી.
વધુમાં, વન વિભાગના કર્મચારી સાથે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતાં સાંસદે કહ્યું હતું કે જો કોઈ બાબતે અસંતોષ હોય તો તેની સામે કાયદાકીય રીતે લડત આપવી જોઈએ. વિરોધ કરવાનો અધિકાર દરેકને છે, પરંતુ મારામારી કરીને કે કાયદો હાથમાં લઈને વિરોધ કરવો યોગ્ય માર્ગ નથી.
સાંસદે જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિ તરીકે દરેક વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જોઈએ અને વિવાદોના નિરાકરણ માટે બંધારણીય તેમજ કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ.



