એલ.આઈ.સી.ના ડેવલપમેન્ટ ઓફિસર કેશરભાઈ લોહનો ભાવભર્યો નિવૃત્તિ-ભાવદર્શન સમારંભ યોજાયો

1 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર બ્રાન્ચ-834ના અધિકારીઓ, સ્ટાફ, એજન્ટો, પરિવારજનો અને ગામના અગ્રણીઓએ સેવાકાળને બિરદાવ્યો*
એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા, પાલનપુર બ્રાન્ચ-834ના ડેવલપમેન્ટ ઓફિસર શ્રી કેશરભાઈ લોહના વયનિવૃત્તિ નિમિત્તે ભાવદર્શન તથા વિદાય સમારંભનું આયોજન આજે હોટેલ રીજોયસ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અધિકારીઓ, કર્મચારીઓ, એજન્ટમિત્રો, પરિવારજનો, સગાસંબંધીઓ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહી કેશરભાઈ લોહને ભાવભીની વિદાય આપી હતી.
કાર્યક્રમ દરમિયાન એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયાના શાખા બ્રાન્ચ મેનેજર શ્રી એમ. એન. બારોટ, સ્ટાફના સભ્યો તેમજ એજન્ટમિત્રોએ કેશરભાઈ લોહની દીર્ઘકાલીન અને નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન સંસ્થાના વિકાસમાં આપેલા નોંધપાત્ર યોગદાનને યાદ કરી સૌએ તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી.ઉપસ્થિત મહાનુભાવોએ કેશરભાઈ લોહને નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે તેઓ હંમેશાં સેવા, સમર્પણ અને સૌહાર્દની ભાવના સાથે કાર્યરત રહ્યા છે. નિવૃત્તિ બાદ પણ તેઓ સ્વસ્થ, નીરોગી અને દીર્ઘાયુષ્ય જીવન જીવે તેમજ સમાજ અને ગામના વિકાસ માટે તેમની અનુભવસંપન્ન શક્તિઓનો રચનાત્મક ઉપયોગ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.





