દાહોદના રાજમાર્ગો પર સ્વાસ્થ્ય અને માનવતાનો સંદેશ: IMA દાહોદ દ્વારા સાયકલ રેલી સાથે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉત્સાહભેર ઉજવણી

તા.૦૧.૦૭.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રાજમાર્ગો પર સ્વાસ્થ્ય અને માનવતાનો સંદેશ: IMA દાહોદ દ્વારા સાયકલ રેલી સાથે ‘નેશનલ ડોક્ટર્સ ડે’ની ઉત્સાહભેર ઉજવણી
સમગ્ર દેશમાં ‘નેશનલ ડોક્ટર્સ ડે’ (રાષ્ટ્રીય તબીબ દિવસ) નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે દાહોદ શહેરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દાહોદ શાખા દ્વારા એક પ્રેરણાદાયી અને નવતર પહેલ કરવામાં આવી હતી. દાહોદના તબીબોએ ભેગા મળીને શહેરના મુખ્ય રાજમાર્ગો પર એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કર્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વાસ્થ્ય, ફિટનેસ અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો હતો.રેલી દાહોદ શહેર અને આસપાસના વિસ્તા
રના નામી તબીબો, સિનિયર ડોક્ટર્સ તેમજ મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. રેલી દરમિયાન ડોક્ટરોએ હાથમાં સ્વાસ્થ્ય જાગૃતિ, નિયમિત વ્યાયામ, અને અંગદાન જેવા માનવતાવાદી વિષયોના પ્લેકાર્ડ્સ અને બેનરો રાખ્યા હતા.શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીને નિહાળવા માટે સ્થાનિક નગરજનો પણ રોડની બંને બાજુએ એકત્રિત થયા હતા અને તબીબોના આ પ્રયાસને બિરદાવ્યો હતો.આજના વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને, રોજિંદા જીવનમાં સાયકલિંગ કે વ્યાયામને સ્થાન આપે અને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય તે જ આ આયોજન પાછળનો મુખ્ય હેતુ હતો.સેવા અને સમર્પણનો સંકલ્પ IMA દાહોદના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, ડોક્ટર્સ ડે એ માત્ર ઉજવણીનો દિવસ નથી પરંતુ સમાજ પ્રત્યેની આપણી જવાબદારીઓને પુનઃ યાદ કરવાનો દિવસ છે. તબીબોએ દર્દીઓની સેવા અને માનવતાના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેવાનો પોતાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ રેલીના સફળ આયોજન બદલ IMA દાહોદની સમગ્ર ટીમને તબીબી આલમ અને નગરજનો તરફથી ખૂબ-ખૂબ અભિનંદન મળી રહ્યા છે




