HALOLPANCHMAHAL

પાવાગઢ:યુક્રેનના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર આર્ટેમ નોસ્કોના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કર્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૭.૨૦૨૬

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે બિરાજમા જગત જનની માં કાલી ના દર્શનાર્થે યુક્રેન ના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર આર્ટેમ નોસ્કોના તેમજ તેમના પત્ની સાથે પાવાગઢ મહાકાળી મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તેઓએ શિસ્ત બુદ્ધ રીતે માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી પૂજા અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.યુક્રેનના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર ના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિમંડળે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ની તા.30 જૂન મંગળવારના રોજ મુલાકાત લીધી હતી.પ્રતિનિધિમંડળે માતા મહાકાળીના દર્શન-પૂજન કરીને દેશ-દુનિયામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા.મંદિરની પરંપરા અનુસાર યુક્રેનના દૂતાવાસના મિનિસ્ટર-કાઉન્સેલર આર્ટેમ નોસ્કો તથા તેમના પત્નીએ માતાજીના શિખર પર પવિત્ર ધ્વજારોહણ કર્યું હતું.આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું.પ્રતિનિધિમંડળની આ મુલાકાત ભારત અને યુક્રેન વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળે પાવાગઢના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ વિશે પણ માહિતી મેળવી હતી.

Back to top button
error: Content is protected !!