BANASKANTHAGUJARATKANKREJ

 કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઈન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..

કાંકરેજ મામલતદાર કચેરી ખાતે વીજ ટાવર લાઈન બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું..

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા વીજ ટાવર લાઈન બાંધવા માટે અંદાજે ૨૬ જેટલા જુદા જુદા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઊર્જાના પ્રકલ્પ,પવન ઉર્જા પવન ચક્કીઓ,વીજ સબ સ્ટેશન તેમજ વીજ ટાવર લાઈન બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે અને વીજ ટાવર લાઈન બાંધવા માટે વર્તમાન સમયમાં ભારત સરકાર તેમજ ગુજરાત રાજ્યના કાયદાઓ અને નીતિઓમાં વિસંગતતાઓ કોંગ્રેસ સમિતિના ધ્યાને આવતાં અસર ગ્રસ્ત ખેડૂતોમાં ખુબજ અસંતોષ જોવા મળ્યો છે ત્યારે આ વાતને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ROW વળતરને લઈ યોગ્ય નીતિ બનાવવા માટે કાંકરેજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હાર્દિક દેસાઈની આગેવાની હેઠળ કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પહેલી જુલાઈ ૨૦૨૬ ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયત પૂર્વપ્રમુખ બચુજી મકવાણા,કાંકરેજ તાલુકાકોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અમરતજી ઠાકોર,મંત્રી બી.વી.ઠાકોર, કાંકરેજ તાલુકા પંચાયત સદસ્ય મહેશભાઈ જોષી રાનેર, વકીલ આર.ડી.દરજી,સતુભા જાદવ,યુવાનેતા ભરતજી લેબુજી ઠાકોર,તાલુકા પંચાયત પૂર્વસદસ્ય પરબતજી વાઘેલા સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો આગેવાનો,કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.કાંકરેજ તાલુકાના અરણીવાડા,રાનેર, ફતેગઢ,જાળીયા,લક્ષ્મીપુરા સહિત અનેક વિસ્તારો માં વીજ ટાવર લાઈન બાબતે ખેડૂતોને અન્યાય થયો હોવાનું કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાર્દિક દેસાઈ એ જણાવ્યું હતું. કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર વિજય ચૌધરીને અલગ અલગ નવ જેટલી માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું.નાયબ મામલતદાર વિજય ચૌધરીએ કોંગ્રેસની માંગણીઓ વડી કચેરી ખાતે મોકલી આપવા ખાત્રી આપી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!