ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ !!!

હવામાન નિષ્ણાંતના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન વચ્ચે હવામાનને લઈને ફરી એકવાર મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંતના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. મધ્યપ્રદેશ વિસ્તારમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે તેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળી શકે છે.
આ નવી હવામાન સિસ્ટમના કારણે પૂર્વ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધી શકે છે. મહિસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી પ્રવૃત્તિ તેજ બની શકે છે અને ત્યાં અંદાજે ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.
ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી સ્થિતિ સક્રિય રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. પાટણ, દસાડા, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદની અસર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ચાર ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે પણ આ આગાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને વરાપની સ્થિતિ બાદ વાવણી અંગે સાવચેતી અને યોગ્ય આયોજન સાથે આગળ વધવાની સલાહ આપી છે જેથી ખેતીને અનુકૂળ પરિસ્થિતિનો વધુ લાભ મળી શકે. ચોમાસાની સ્થિતિ સતત બદલાતી રહેતી હોવાથી સ્થાનિક હવામાન વિભાગની સત્તાવાર માહિતી અને અપડેટ પર નજર રાખવી પણ જરૂરી માનવામાં આવે છે.
સ્કાયમેટના અંદાજ મુજબ 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી શકે છે. હવામાનિક પરિસ્થિતિમાં થઈ રહેલા ફેરફારો અને દરિયાઈ વિસ્તારોમાં સક્રિય સિસ્ટમોના કારણે વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની સંભાવના દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 7 જુલાઈ સુધી ગાજવીજ અને પવન ફૂંકાવવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15 જેટલાં જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ મુજબ, 2 જુલાઈના રોજ સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
3 જુલાઈની આગાહી
રેડ એલર્ટ: તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત.
યલો એલર્ટ: રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.
4 જુલાઈની આગાહી
રેડ એલર્ટ: તાપી, ડાંગ, નર્મદા.
ઓરેન્જ એલર્ટ: અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, છોટા ઉદેપુર, વલસાડ.
યલો એલર્ટ: જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ.






