MORBI:મોરબીની સિરામિક ફેક્ટરીમાં ઝેરી પદાર્થ પી જનાર એમ.પી.ના શ્રમિકનું ઉજ્જૈનમાં સારવાર દરમિયાન મોત




MORBI:મોરબીની સિરામિક ફેક્ટરીમાં ઝેરી પદાર્થ પી જનાર એમ.પી.ના શ્રમિકનું ઉજ્જૈનમાં સારવાર દરમિયાન મોત

મોરબીના બેલા ગામની સિરામિક ફેક્ટરીમાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિકે અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ ગટગટાવી લેતા, મોરબી બાદ વધુ સારવાર માટે વતન ઉજ્જૈન ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શ્રમિકનું મોત નીપજતાં મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના બેલા ગામે આવેલી ‘કોસીનો સિરામિક’ ફેક્ટરીમાં રહીને મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના વતની સોહન નાગરી જોરનલાલ (ઉં.વ. ૩૦) મજૂરી કામ કરતા હતા. ગત તારીખ ૧૯/૦૫/૨૦૨૬ના રોજ સોહને કોઈ અગમ્ય કારણોસર ઝેરી પદાર્થ પી લીધો હતો.ઝેરી પદાર્થ પીધાની જાણ થતાં જ તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની શ્યામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પરિવારજનો તેમને વતન ઉજ્જૈન લઈ ગયા હતા.ઉજ્જૈનની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૩૦ વર્ષીય શ્રમિક સોહનનું મોત નીપજ્યું હતું. આ મામલે ઉજ્જૈન પોલીસે પ્રાથમિક તબક્કે ‘ઝીરો નંબર’થી અકસ્માત મોતની નોંધ કરી કેસના તમામ દસ્તાવેજી કાગળો મોરબી તાલુકા પોલીસ મથકે રવાના કર્યા હતા.હાલ મોરબી તાલુકા પોલીસે આ મામલે સત્તાવાર રીતે અકસ્માતે મોતની નોંધ કરી, શ્રમિકે કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.



