SAGBARA

ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી જનસાગર ઉમટ્યો, ‘જય આદિવાસી, જય જોહર’ના નારાથી આખું ડેડીયાપાડા ગુંજી ઊઠ્યું

 

 

ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી જનસાગર ઉમટ્યો, ‘જય આદિવાસી, જય જોહર’ના નારાથી આખું ડેડીયાપાડા ગુંજી ઊઠ્યું

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 6411;
AI_Scene: (-1, -1);
aec_lux: 112.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 46;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વિશાળ આદિવાસી સભા અને રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હજારોની સંખ્યામાં ઉપસ્થિત આદિવાસી સમાજે “જય આદિવાસી, જય જોહર” તેમજ “લડેગે જીતેંગે” જેવા નારાઓ સાથે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવેલા સાંસદો, ધારાસભ્યો, વિવિધ રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વક્તાઓએ આદિવાસી સમાજના હકો, વિકાસ અને એકતા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

આ દરમિયાન એક મહત્વપૂર્ણ કાનૂની વિકાસ પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય 9 આરોપીને સજા ફટકારી હતી તેમાંથી એક મહિલા જેનું નાનું બાળક હતું શકુંતા વસાવા જેના હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા છે. શકુંતા વસાવા 18 દિવસના બાળકની માતા હોવાનું પણ જણાવાયું છે.

જે માહિતી સમાજને મળતા સમગ્ર સમાજે હળવો શાંતિનો શ્વાસ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં સમગ્ર પીઠા ગ્રાઉન્ડ આદિવાસી એકતા અને સમર્થનના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

Back to top button
error: Content is protected !!