AHAVADANG

મેહસૂલ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય !ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાએ જમીન દફતર નિરીક્ષકશ્રીની ત્રણ કચેરીઓ કાર્યરત

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

તાલુકા કક્ષાની જમીન દફતર નિરીક્ષક કચેરીના સરનામે પત્રવ્યવહાર કરવા અનુરોધ

ગુજરાત રાજ્યમાં જમીન મહેસૂલ વહીવટ અને તેને સંલગ્ન પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકાભિમુખ, પ્રજાકેન્દ્રિત અને સંવેદનશીલ બનાવવા રાજ્ય સરકાર સતત પ્રયાસશીલ છે. આ દિશામાં સરકાર દ્વારા સમયાંતરે વિવિધ કાયદા, નિયમો, ઠરાવો અને પરિપત્રો દ્વારા વહીવટી સુધારાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે.

 

આ જ અનુસંધાને ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા લોકહિતને કેન્દ્રસ્થાને રાખીને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ સંવર્ગનું પુનર્ગઠન કરી તાલુકા કક્ષાએ તેની કચેરીઓ કાર્યરત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા સંવર્ગ હેઠળની તમામ જગ્યાઓનું નામાભિધાન સુધારી જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ (Inspector Land Record, Class-2) તરીકે કરવામાં આવ્યું છે.

 

 આ પહેલથી હવે જમીનની માપણી, જમીન રેકોર્ડની નકલ મેળવવી, સિટી સર્વે સંબંધિત કામગીરી, પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી, વારસાઈ નોંધ, વેચાણ નોંધ સહિતની વિવિધ જમીન દફતર સંબંધિત સેવાઓ માટે અરજદારોએ જિલ્લા કક્ષાએ જવાની જરૂર રહેશે નહીં. સ્થાનિક નાગરિકોને તાલુકા કક્ષાએ જ ઝડપી, સરળ અને સુલભ સેવાઓ ઉપલબ્ધ થશે, જેના પરિણામે કામગીરી વધુ કાર્યક્ષમ, અસરકારક અને સમયબદ્ધ બનશે. આ નિર્ણયના અનુસંધાને ડાંગ જિલ્લામાં તાલુકા કક્ષાએ નીચે મુજબ ત્રણ સ્થળોએ જમીન દફતર નિરીક્ષકશ્રીની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે:  જેમાં ૧) આહવા  – આઈ.એલ.આર આહવા – કલેક્ટર કચેરીના ભોંય તળિયે, જિલ્લા સેવા સદન મુ. આહવા, જિ. ડાંગ,  ૨ સુબીર – આઈ. એલ.આર સુબીર – બીજો માળ, તાલુકા સેવા સદન, સુબીર, મુ.પો.તા.સુબીર, જિ.ડાંગ, ૩ વઘઇ – આઈ.એલ.આર વઘઇ – પહેલો માળ, તાલુકા સેવા સદન, વઘઇ, મુ.પો.તા. વઘઇ, જિ.ડાંગ. અરજદારોને તાલુકા કક્ષાએ સીટી સર્વેની કામગીરી, જમીન માપણી, રી-સરવે સુધારા, રિમાન્ડ કેસની મુદ્દતો, રેકર્ડની નકલો, પીઆર કાર્ડની નકલ, સ્વામિત્વ યોજના હેઠળના પ્રોપર્ટી કાર્ડની કામગીરી, ડી.આઈ.એલ આર કચેરી, સિટી સરવે સુપ્રિટેન્ડેન્ટની કચેરીને લગત તમામ કામગીરી હવે તાલુકા કક્ષાએ થશે તેમ જમીન દફ્તર અધિક્ષક કમ એકત્રીકરણ અધિકારી વલસાડ/ડાંગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!