MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં કરુણાંતિકા: પીપળી રોડ પર તળાવમાં ડૂબી જવાથી ઝારખંડના શ્રમિક યુવાનનું મોત

 

MORBI:મોરબીમાં કરુણાંતિકા: પીપળી રોડ પર તળાવમાં ડૂબી જવાથી ઝારખંડના શ્રમિક યુવાનનું મોત

 

મોરબીના પીપળી રોડ પર આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં બેલ્ટા સીરામીક પાછળ આવેલા તળાવમાં ડૂબી જવાથી એક ૧૮ વર્ષના આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ દુર્ઘટના અંગે આજે સવારે અંદાજે ૧૦:૦૦ વાગ્યે મોરબી ફાયર કંટ્રોલરૂમને (૧૦૧) કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે અને અત્યંત સરાહનીય કામગીરી હાથ ધરીને તળાવમાં શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ટીમે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો.મૃતક  સંજય માલમુમુ ,ઉંમર: આશરે ૧૮ વર્ષ વતન: ભાડાપાઈ, ઝારખંડ મૃતક યુવાન મૂળ ઝારખંડનો વતની હોવાનું અને અહીં મજૂરી અર્થે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ઘટના અંગે સ્થાનિક પોલીસ ટીમને તાકીદે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી, મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુવાનના અકાળે અવસાનથી સ્થાનિક શ્રમિકો અને તેના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

Back to top button
error: Content is protected !!